પફ પેટીસ

પફ પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ લોટ મેંદા નો લો..તેમાં 3 ચમચી ઘી, 2 ચમચી કોર્ન ફ્લોર, નમક ટેસ્ટ મુજબ, બેકિંગ પાઉડર 1/8 ટેબલ ચમચી નાખી લોટ કડક બાંધી લો...15 મિનિટ ભીનું કપડું ઢાંકી રેડી આપો...
- 2
4 નંગ બાફેલા બટેટા લો..તેને મેસ કરી લો..ડુંગળી 3 નાની લો..સમારી લો આદુ મરચા ની પેસ્ટ કરી લો..કડાઈ માં તેલ મૂકી તેલ આવે એટલે લીમડો મૂકી બટેકા નાખવા બટેકા પછી વટાણા નાખવા ડુંગળી નાખવી બધુ મિક્સ કરો. તેમાં આમચૂર પાઉડર મરચું પાઉડર ગરમ મસાલો મેગી મસાલો નમક ટેસ્ટ મુજબ નાખી બધુ મિક્સ કરો થોડી વાર ચડવા દો..ચડી જાય પછી કોથમીર નાખી મિક્સ કરી લો..
- 3
- 4
2 ચમચી કોર્ન ફ્લોર 2 ચમચી ઘી નાખી મિક્સ કરો એક દમ ફેંટો..
- 5
લોટ ને રેસ્ટ આપ્યા પછી તેના લુઆ કરો.. લુઆ કરી બધી રોટી વણી લો વણય જાય પછી બધી રોટલી ને ભીના કપડામાં ઢાંકી દો.
- 6
એક પછી એક એમ બધી રોટી મા પેલા ઘી અને મેદા ની સલરી બનાવી તે લગાવી પછી ઉપર થોડો કોરો લોટ નાખવો.. આમ બધી રોટી એક ઉપર બીજી એમ રાખી દેવી બધાની ઉપર ઘી પેસ્ટ અને લોટ નાખવો.. આ પ્રોસેસ થય જાય પછી રોટલી ને પાતળી વણી લેવી જેથી પાતળું પડ થય જાય...પછી ઉપર ના પડ મા ઘી અને લોટ નાખી દેવો..પછી તેનો રોલ વાળી દેવો
- 7
રોલ વડાય જાય પછી તે રોલ ને હાથ ની મદદ થી વણી પાતળો કરી લેવો..પછી તેના કટર ની મદદથી લૂઆ કરી લેવા.. હથેળી ની મદદ થી પ્રેસ કરી લૂઆ બનાવવા જેથી પડ સારું બને..ડબ્બા મા કે ભીના કપડાં મા ઢાંકી દો..
- 8
એક લુઓ લો તેને વણી સ્ક્વેર શેપ આપો તેમાં મસાલો ક્રોસ મા ભરો.સાઈડ ની કિનારી મા પાણી લગાવી પેક કરી દો
- 9
આવી રીતે બધા પફ બનાવી લો..મીડિયામાં તેલ આવે તેમાં પફ ને 7/8 મિનિટ સુધી તળી લો.. જો ગેસ પર બેક કરવા હોય તો કોઈ પણ વાસણ મા નીચી નમક નાખી ઉપર પ્લેટ મૂકી તેમાં પફ મૂકો 50 મિનિટ સુધી બેક થવા દો..વચે એક વાર પફ ની સાઈડ બદલાવવી..
- 10
રેડી છે પફ પેટીસ
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)




























ટિપ્પણીઓ (20)