બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)

#સુપરશેફ૩
#વીક૩
#મોનસૂનસ્પેશિયલ
બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..
જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, હળદર અને મીઠું એડ કરી વટાણા બાફી લો
- 2
વટાણા ને મેશ કરો. એક બાજુ રાખો.
- 3
બાફેલા બટાટાને મેશ કરો.
આ ઉપરાંત જાડા પોહા અથવા આરા લોટ, હળદર, મરચું પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલા અને મીઠું નાખો.
સારી રીતે ભેગા કરો અને પેટીસ તૈયાર કરો. - 4
ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પ સુધી શેલો ફ્રાય કરી લો.
- 5
એક બાઉલમાં તૈયાર રગડા અને પેટીસ ને લો.,
સ્વાદ અનુસાર લીલી ચટણી અને આમલીની ચટણી એડ કરો - 6
જીરું પાઉડર, ચાટ મસાલા, તીખી દાળ અને મીઠું નાંખો.
ડુંગળી, ટામેટા, સેવ અને કોથમીર એડ કરી ગાર્નિશ કરો.
તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ... ગરમા ગરમ સર્વ કરો.. - 7
- 8
Happy Cooking Friends.. :)
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ