પાણી પૂરી (Pani Puri recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
પાણી પૂરી (Pani Puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા અને બટેકા ને ૩ થી ૪ સીટી કરી બાફી લો. ચણા ને ૫ કલાક પેહલા પલાળી ને બાફવા.
- 2
હવે બાફેલા બટેટા ચણા ને એક વાસણ મા લઇ તેમાં મરચું પાઉડર મીઠું અને ગરમ મસાલો અને થોડું સંચળ નાખી બરોબર મિક્સ કરો. આંબલી અને ગોળ મા થોડું પાણી નાખી બાફી લો.
- 3
ડૂંગળી ને જીની સમારી લો. આંબલી બફાઈ જાય પછી તેમાં મીઠું મરચું પાઉડર અને ધાણાજીરું નાખી મિક્સર માં પીસી અને ચટણી બનાવી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું.
- 4
હવે તૈયાર પૂરી ને તળી લેવી. હવે પૂરી મા ચણા બટાકા નો મસાલો નાખી મીઠું અને તીખું પાણી નાખી ઉપર થી ડૂંગળી નાખી પાણી પૂરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554772



ટિપ્પણીઓ (4)