ગાંઠીયા નુ શાક(Ganthiya Nu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમા વઘાર માટે તેલ મૂકો. તેમા રાઈ નાખો. વઘાર તૈયાર થાય એટલે છાશ નાખો. તેમા મીઠું,લાલ મરચુ 1/2ચમચી,હળદર ચપટી,ધાણાજીરું 1/2ચમચી,અને ચપટી ખાંડ ઉમેરી ઉકળવા દો.
- 2
બીજી બાજુ એક થાળી મા ચણાનો લોટ લો. તેમા મીઠું,લાલ મરચુ 1/2ચમચી,ચપટીહળદર નાખી પાણી વડે મીડિયમ કઠણ લોટ તૈયાર કરો.
- 3
તૈયાર થયેલ લોટ ના (ગાંઠીયાના) જારા વડે ઉકળતી છાશ મા ગાંઠીયા પાડો.
- 4
ગાંઠીયા પડી ગયા બાદ ત્રણ થી ચાર મિનિટ ઉકળવા દો
- 5
ગરમ ગરમ ગાંઠીયા નુ શાક તૈયાર......... રોટલી કે ભાત સાથે પીરસો..!..
- 6
મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવી. બાકીના મસાલા પણ સ્વાદ પ્રમાણે વધઘટ કરવા..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13573334




ટિપ્પણીઓ