વડા પાવ ચટણી (Dry garlic chutney recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ફટાફટ
#પોસ્ટ3
રસોડા માં જો આપણે અમુક તૈયારી અગાવ થી કરી લઈ એ તો આપણું રસોઈ નું કામ અને જલ્દી અને આસાન પણ થઈ જાય છે.

વડા પાવ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ને? મુંબઈ / મહારાષ્ટ્ર ના વડા પાવ એ પોતાની પ્રખ્યાતી રાજ્ય ની બહાર પણ એટલી ફેલાવી છે. વડા પાવ માં વપરાતી સૂકી લસણ ની ચટણી એ વડા પાવ માટે જરૂરી છે. આ જ ચટણી વડા પાવ સિવાય પણ વાપરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
8 વડા પાવ
  1. 1/4કપ સુધારેલું લસણ
  2. 1/4કપ ખમણેલું સૂકું નારિયેળ
  3. 1/4કપ લાલ મરચું પાઉડર
  4. 1-2નાની ચમચી તેલ
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તેલ ગરમ મૂકી લસણ ને ધીમી આંચ પર 1-2 મિનિટ સાંતળો જેથી તેની કચાશ નીકળી જાય.

  2. 2

    પછી કોપરું નાખી, ભેળવી ને આંચ બન્ધ કરી દો. એકદમ ઠંડુ થવા દો.

  3. 3

    ઠંડુ થઈ જાય એટલે મિક્ષી ના નાના જાર માં નાખો. મરચું અને મીઠું પણ નાખો.

  4. 4

    મિક્ષી ને એકી સાથે ના ચલાવવું, નહીંતર નારિયેળ નું તેલ છૂટી ચીપચીપી ચટણી થશે.

  5. 5

    હવાચુસ્ત ડબ્બા માં એક અઠવાડિયું ફ્રીઝ માં રહી શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes