(પાસ્તા)(pasta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં ૨ ગ્લાસ પાણી નાખી એને ગરમ કરી એમાં થોડું મીઠું, થોડું તેલ નાખી એમાં પાસ્તા નાખી એને ૧૦ મિનીટ સુધી બોઇલ કરવા. પાસ્તા કુક થઈ જાય એટલે એટલે એને ચારણી માં નાખી બધું પાણી નિતારી એના પર ઠંડું પાણી નાખવું એટલે એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય
- 2
હવે એક તપેલી માં પાણી લઇ એમાં ટામેટા ની નીચે બાજુ બે કાપા મારી એને ૫-૭ મિનીટ માટે બ્લાંચ કરવા. પછી એને બહાર કાઢી ઠંડા થાય એટલે એની છાલ કાઢી એની પ્યુરી બનાવી લેવી.
- 3
હવે નોનસ્ટિક પેનમાં બટર નાખી એ મેલ્ટ થાય એટલે એમાં ટોમેટો પ્યુરી, ઇટાલિયન સિઝનીંગ, ચીલી ફ્લેક્સ, મીઠું નાખી બરાબર મિક્સ કરી ૫ મિનીટ ઢાંકીને કુક કરવું
- 4
હવે એમાં બૉઇલ પાસ્તા, ટોમેટો કેચઅપ નાખી બરાબર મિક્સ કરી એને ૨-૩ મિનીટ ચડવા દેવું.
- 5
હવે એમાં ચીઝ ખમણી નાખવું અને બરાબર હલાવી લેવું.
- 6
હવે સર્વ કરતી વખતે પાસ્તા લઇ એના પર ચીઝ નાખવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576243




ટિપ્પણીઓ