દૂધી નો હાંડવો (Dudhi No Handavo Recipe In Gujarati)

હાંડવો એ નાસ્તા માટે બનાવાય છે
દૂધી નો હાંડવો (Dudhi No Handavo Recipe In Gujarati)
હાંડવો એ નાસ્તા માટે બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલા માં હાંડવા નો લોટ લેવો. તેમાં દહીં અને મીઠું ઉમેરવું. અને જરૂર મુજબ પાણી ઉમેરી ને ચમચા થી પાડી શકાય એવું મિશ્રણ તૈયાર કરી લેવું. તેને ૫ કલાક આથો આવે એ માટે મૂકી દેવું
- 2
ત્યાર બાદ ૫ કલાક બાદ તે ખીરા ને હલાવો પછી દૂધી ને છીણી લો તેને તૈયાર હાંડવા ના લોટ ના ખીરા માં નાખો ને હલાવી લો. તેમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ અને, મીઠું ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લેવું ને ખાવા નો સોડા નાખી એક બાજુ થી બરાબર હલાવી લો
- 3
ત્યાર બાદ એક વાસણ માં ૧ મોટો ચમચો તેલ નાખવું, તેમાં રાઈ, તલ, હિંગ, હળદર નાખી ને વઘાર કરી લો વઘાર ને તૈયાર ખીરા માં રેડી દો. ને બરાબર હલાવી દો. ગરમ ખીરું રેડવા થી હાંડવો પોચો બને છે.
- 4
હવે હાંડવા બનાવા ના કૂકર માં તેલ લગાવી લો તેમાં આ ખીરું રેડી દો ને ઉપર તલ ભભરાવી દો
- 5
હવે કુકર ની ડીશ માં રેતી ભરી દો તેને ગેસ પર ગરમ કરો તેના પર કૂકર મૂકી દો ને ધીમા તાપે હાંડવો ચડવા દો વચ્ચે એક વાર ચપ્પા થી ચેક કરજો કે હાંડવો કાચો છે કે ચડ્યો છે
- 6
30 મિનિટ બાદ હાંડવો ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો એક ડીશ માં સજાવી લો ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)











ટિપ્પણીઓ (8)