પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)

પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને અડધો કલાક માટે પલાળી લો પછી તેનું પાણી કાઢી લેવું હવે તેને કૂકરમાં ત્રણ સીટી લઈને બાફી લો.
- 2
હવે ઠંડી કરીને તેને મિક્સરમાં પીસી લો હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરીને તેમાં દાળ ઉમેરો અને બે-ત્રણ મિનિટ માટે સાંતળો.પછી ગોળ ઈલાયચી પાઉડર કેસરવાળું પાણી ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને શેકો અને પછી પુરણને ઠંડુ થવા દો.
- 3
હવે લોટની અંદર મીઠું,ઈલાયચી પાઉડર અને હળદર પાઉડર ઉમેરીને તેનો લોટ બાંધી લો.
- 4
હવે તેમાંથી નાના નાના લુઆ બનાવો હવે તેને નાનો વણો પછી વચ્ચે પૂરણ મૂકો અને ચારે તરફથી તેને વાળી લો. કચોરીની જેમ વાળી લો.
- 5
હવે તેને હળવા હાથે વેલણ ની મદદથી વણો અથવા તો હાથથી તમે થપથપાવી પણ શકો છો.
- 6
હવે તો હું ગરમ કરવા મૂકો અને આ પુરણપોળી ને ગરમ તવા પર મૂકો પછી ગેસ બહુ ફાસ્ટ રાખવો નહીં અને સાઈડમાં ઘી લગાવો પછી તેને ઉંધી કરો અને પાછો સારી માત્રામાં ઘી લગાવવું.
- 7
સારી રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે પાછું થોડું ઘી લગાવો આ પુરણપોળી માગી સારી માત્રામાં લગાવો જેથી કરીને તે બહુ સ્વાદિષ્ટ લાગશે.
- 8
બંને બાજુથી સારી ક્રિસ્પી થઈ જાય એટલે તમારી મીઠી પુરણ પૂરી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (5)