ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)

#NSD
આજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.
ટિપ્સ..
આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુજી દહીં ને મિક્સ કરીને ૧૦ મીનીટ માટે મુકી દો પછી તેમાંથી રે થોડું પાણી ઉમેરો જેવું ઈડલી નું ખીરું બનાવી છે તેવી રીતે બનાવો હવે તેમાં લીલા મરચા અને આદુની પેસ્ટ અને મીઠુ ઉમેરો પછી હળવા હાથે તેને ચલાવો.બાજુમાં બધા સલાડ સમારીને તૈયાર કરી લો આ સલાડ માં તમે ડુંગળી અને બટાકા પણ ઉમેરી શકો છો ચીઝ પણ ઉમેરી શકો છો ચીઝ સ્લાઈસ પર મૂકી શકો છો.
- 2
હવે તો ગ્રિલ મશીન ગરમ કરો તેમાં માખણ લગાવો હવે ખીરામાં સોડા નાખીને મિક્સ કરો પછી 1/2 બેટર પાથરો.ચાટ મસાલો છાંટો. હવે બધા સલાડ મૂકો પછી પાછું ચાટ મસાલો છાંટો અને બીજું ખીરું પાથરો અને ટોસ્ટર નું મશીન બંધ કરી દો અને તેને પાંચથી છ મિનિટ માટે ગ્રિલ થવા દો.
- 3
વચ્ચે એક બે વાર ચેક કરવું બંને બાજુ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો, ગ્રિલ થઈ જાય,એટલે તમને ગમે તેવા શેપમાં કાપી ને ચટણી સાથે કે સોસ સાથે પરોસો આવે.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)