વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#NSD
સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે.
ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ સર્વિંગ માટે
  1. 1 કપસમારેલી કોબી
  2. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  3. 1/4 કપસમારેલું ટમેટું
  4. 1 કપસમારેલી ડુંગળી
  5. 1/2 કપખમણેલું બીટ
  6. 1/4 કપલીલી ડુંગળી ના પાંદડા
  7. 1 કપચણાનો લોટ (બેસન)
  8. 1 ચમચી ધાણાજીરું પાઉડર
  9. 1 ચમચી લાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચી હળદર પાઉડર
  11. સ્વાદાનુસારમીઠું
  12. 1 ચમચી અજમો
  13. 2 ચમચી ધી
  14. 1 ચમચી ચાટ મસાલો
  15. 1 ચમચી લાલ મરચું પાઉડર
  16. 2ચીઝ ક્યુબ
  17. જરૂર મુજબ બ્રેડ સ્લાઈસ
  18. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણાના લોટમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, અજમો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી થોડી જાડી પેસ્ટ બને તેટલું પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તેને ઢાંકી ને સાઈડ પર રાખી દેવાનું છે.

  2. 2

    સમારેલી કોબી, કેપ્સિકમ, ડુંગળી, ટમેટું, લીલી ડુંગળી ના પાંદડા અને બીટ બધુ બરાબર રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    મીડીયમ ફ્લેમ પર એક નોનસ્ટીક લોઢીમાં ઘી લગાવી એક બ્રેડ સ્લાઈસ લઈ તેને તૈયાર કરેલા ચણાના લોટની પેસ્ટમા ડીપ કરીને બંને બાજુ બરાબર રીતે શેકી લેવાનું છે.

  4. 4

    આ પુડલા બ્રેડ પર તૈયાર કરેલા વેજિટેબલ્સ નુ મિક્ચર બરાબર રીતે સ્પ્રેડ કરવાનું છે. અને તેના પર ચીઝ ખમણી ને સ્પ્રેડ કરવાનું છે.

  5. 5

    પુડલા બ્રેડ નો બીજો પીસ તેના પર મૂકી સેન્ડવીચ ને પેક કરવાની છે.

  6. 6

    તો અહીંયા વેજ પુડલા સેન્ડવીચ એકદમ તૈયાર છે. તેના પર થોડું ચીઝ ઉમેરીને ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes