ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)

ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાની દાળને સારી રીતે ધોઈને આશરે બેથી ૪ કલાક પલાળી રાખો.
- 2
ત્યારબાદ ૪ કલાક બાદ એનું પાણી નિતારી એને કોરી કરી દો એમાં પાણી ના રેહવું જોઈએ ત્યાર બાદ મિક્સર જાર લો ચણાની દાળને મિક્સરમાં અધકચરી પીસી લો. ધ્યાન રાખજો કે ચણાદાળની સ્મૂધ પેસ્ટ ન બની જાય.થોડી કાંકરી રહે એ ટાઇપ ક્રશ કરવાની
- 3
ત્યાર બાદ એક વાસણ માં ચણા દાળ નું ક્રશ કરેલું ખીરું કાઢી લો ને અડધો કલાક ઢાંકી દો
- 4
૩૦ મિનિટ બાદ ખીરા નું ઢાંકણું ખોલી ને બરાબર હલાવી લો ને તેમાં સ્વાદ મુજબ મીઠું, ડુંગળી ઉમેરી ને હલાવી લો. લીલા મરચા ને આદુ ને ક્રશ કરીને ખીરા માં ઉમેરી લો ત્યાર બાદ ખાવાનો સોડા ઉમેરી ખીરા ને બરાબર હલાવી લો
- 5
હવે એક કડાઈ લો તેમાં તેલ ઉમેરી લો ને તેલ ગરમ થાય એટલે ખીરા માં ૧ ચમચો ગરમ તેલ રેડો ત્યાર બાદ khiri મિક્સ કરી લો ને હાથ વડે નાના ગોળ પકોડા ગરમ તેલ માં મુકો
- 6
હવે પકોડા ને ઝારા થી બીજી બાજુ ફેરવી લો ને ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય એટલે ઝારા વડે નિતારી બીજા વાસણ માં લઇ લો
- 7
તો તૈયાર છે ચણા દાળ પકોડા. આ પકોડા ને એક ડીશ માં પીરસો આ ગરમા ગરમ પકોડા ને તમે ડુંગળી, ખજૂર -આંબલી ની ચટણી, લીલી ચટણી કે દહીં સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (4)