દાલ ફા્ય(Dal Fry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મીકસ દાળ ને 3 થી 4 પાણી વડે ઘોઈ ને બાફી લેવી.
- 2
તે પછી ડુગળી,ટામેટાં,મરચા ને ઝીણા સમારી લેવા.
- 3
વઘાર માટે બઘા મસાલા એક પ્લેટ મા લઈ લેવા.
- 4
એક પેન મા ઘી,તેલ મુકી તેમા રાઈ ઉમેરવી,રાઈ તતડે એટલે તેમા જીરૂ,હીંગ, તમાલપત્ર, સુકુ મરચુ, લીમડા ના પાન, તજ, લવિંગ,બાદયા નો ભુકો ઉમેરી ડુગળી ઉમેરવી, ડુગળી ને ગોલ્ડન બા્ઉન થાય ત્યા સુઘી ચડવા દેવી.
- 5
તે પછી તેમા ટામેટાં, મરચા ઉમેરી તેમા મીઠુ, હળદર, લાલ મરચુ ઉમેરી એકદમ ઘટ્ટ થાય ત્યા સુઘી હલાવતા રહેવુ.
- 6
તે પછી તેમા બાફેલી દાળ ઉમેરી તેને 10 મીદીટ સુઘી ઉકળવા દેવી.દાળ ઉકળી જાય એટલે તેમા 1 ચમચી કિંચન કિંગ મસાલો ઉમેરા મીકસ કરી લેવુ.
- 7
તૈયાર છે દાલ ફા્ય ગરમા ગરમ જીરા રાઈસ સાથે સવૅ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786357











ટિપ્પણીઓ (8)