દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને ભેગી કરીને પાણીથી ધોઈ લો. અને કૂકરમાં બાફવા મૂકો દાળ બફાઈ જાય એટલે તેને ગ્રાઈન્ડ કરી લો.હવે એક પેનમાં તેલ લો તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, સુકા મરચા નાખીને બરાબર સાંતળો. ત્યારબાદ ડુંગળી,આદુ-મરચા-લસણની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને ટામેટા નાખીને બરાબર સાંતળી લો.
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો. અને તેલ છૂટે એટલે ગ્રાઈન્ડ કરેલી દાળમાં ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર હલાવી લો. અને તેની પાંચથી સાત મિનિટ ઉકળવા દો આપણી દાળ તૈયાર છે
- 3
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, તેલ, ચણાનો લોટ લઈને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં પાણી નાખીને લોટ બાંધી લો. ત્યારબાદ તેના નાના લુવા લઈને બાટી તૈયાર કરો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ આવે એટલે ધીમા તાપે બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લેવી. આપણી બાટી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (4)