મોહન થાળ
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં દૂધ અને ૪-૫ ચમચી ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો અને દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
- 2
હવે એક ઘઉ ચાળવા ની ચારણી થી ચાળી લો. લોટ કણી વાળો રહેવો જોઇએ. હવે એક જ ઘી ગરમ કરી તેમાં લોટ ને બદામી રંગનો શેકવો. ગેસ બંધ કરી નીચે ઉતારી લો
- 3
હવે એક પેનમાં ખાંડ અને થોડું પાણી નાખી ઉકળવા દો. એક તારની ચાસણી તૈયાર કરો પછી તેમાં ચપટી ખાવાનો કેસરી રંગ નાખી દો.
- 4
હવે શેકેલા લોટ માં દૂધ ની મલાઈ નાખી દો અને બરાબર મિક્સ કરો પછી તેમાં ચાસણી નાખી દો અને તેને બરાબર મિક્સ કરો
- 5
હવે એક પ્લેટમાં ઘી લગાડી તેમાં સરસ રીતે પાથરી દો તેના પર કાજુ બદામ ની કતરણ નાખી સજાવો. ઠંડુ થાય એટલે તેમાં કાપા પાડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851255




ટિપ્પણીઓ (4)