બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Bombay Masala Toast Sandwich Recipe In Gujarati)

Vrutika Shah @vrutikashah
બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Bombay Masala Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તો બટેટા બાફી લેવા. પછી તેલ પેન માં તેલ લઈ ગરમ થઈ એટલે તેમાં જીરું, આદુ મરચાની પેસ્ટ, લસણ, ડુંગળી નાખવી. ડુંગળી ને બરાબર સાતરી લેવી. પછી મીઠું, પાઉંભાજી મસાલો, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરવું. પછી બટેટા નાખી ને બરાબર મિક્સ કરવું. પછી લીંબુ નો રસ નાખવો.
- 2
હવે બ્રેડ લઈ તેના પર બટર અને લીલા મરચાં ની ચટણી લગાવો. પછી બટેટા નું મિશ્રણ નાખી ઉપર ટામેટા મુકો તેના પર ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, ચીઝ નાખો. હવે બીજી બ્રેડ લઈ તેના પર બટર અને લીલા મરચાં ની ચટણી લગાવી ને મુકો.
- 3
હવે ગેસ પર તવો મુકો તેમાં બટર નાખો ગરમ થઇ એટલે બ્રેડ સેન્ડવીચ ને તેમાં સેકો એક સાઈડ સેકાઈ જાઈ એટલે બીજી સાઈડ સેકો. પછી ડિશ લઈ કટ કરો. સેવ, ચીઝ, ટમેટો કેચઅપ, લીલા મરચાં ની ચટણી થી ગાર્નિશ કરો ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે મસાલા ટોસ્ટ સેન્ડવીચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973367




ટિપ્પણીઓ (3)