કેસર પનીર મસ્તાની(Kesar Paneer Mastani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસ્તાની બનાવવા માટે સામગ્રી તૈયાર કરો. પનીરને મેશ કરી રાખો(ઘરનું પનીર લીધું છે)
- 2
દૂધને ઉકળવા મૂકો દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકાળવું.
- 3
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો (ખાંડ બધી એક સાથે ન નાખવી થોડી થોડી ઉમેરી વચ્ચે હલાવતા રહેવું) દૂધ એકદમ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં પનીર નાખવું.
- 4
બરાબર મિક્સ કરી મિલ્ક પાઉડર નાખવો. દૂધ બળી જાય ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું.
- 5
હવે પનીરના મિશ્રણના બે ભાગ કરવા. એક ભાગ પ્લેન રાખવો(તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા મૂકો) અને બીજા ભાગમાં કેસરવાળું દૂધ અને ફૂડ કલર નાખો.
- 6
દૂધ બળી જાય ત્યાં સુધી મિક્સ કરવું અને કેસર વાળુ પનીર પણ પ્લેટમાં ઠંડું થવાં મૂકો
- 7
હવે કુકી કટરમાં એક લેયર પ્લેન પનીરનુ પાથરવુ ત્યારબાદ તેના પર બીજું લેયર કેસરવાળા પનીરનું કરવું. બરાબર પ્રેસ કરી ડી મોલ્ડ કરી પિસ્તા અને કેસર થી ગાર્નીશ કરી સર્વ કરવું. તો તૈયાર છે કેસર પનીર મસ્તાની.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (8)