રાંધવાની સૂચનાઓ
- 1
- 2
એક બાઉલ મા મેંદો, રવો,મીઠું, અજમો,મરી પાઉડર અને મોણ માટે તેલ લો.
- 3
બધું બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને ઠંડા પાણી સાથે લોટ બાંધી લો. લોટ ને બહુ કઠણ ના બાંધવો.ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો.
- 4
બધા ના સરખા લુવા કરી લો. તેની મોટી અને પાતળી રોટલી બનાવો. એક વાટકી માં 1/2 ચમચી તેલ લો. તેમાં 1 ચમચી ચોખા નો લોટ અથવા મેંદો અથવા કોર્નફ્લોર લો.
- 5
તૈયાર કરેલી રોટલી પર તૈયાર કરેલી પેસ્ટ બરાબર લગાવી દો. તેના પર બીજી રોટલી રાખી દો. પાછી આ જ પ્રોસેસ રીપીટ કરો.
- 6
ત્યારબાદ તેને રોલ કરી લો. તેને લુવા ની સાઈઝ માં કટ કરી લો. ત્યારબાદ તેમાં થી પૂરી વણી લો. તેને મિડિયમ તાપે તળી લો. ત્યારબાદ ગરમ ગરમ ચા સાથે મજા લો.
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14028201


















ટિપ્પણીઓ