ભજીયા પ્લેટર વિથ દહીં ચટણી (Bhajiya platter with dahi chatney recipe in Gujarati)

#MW3
અલગ-અલગ ચાર રીત ના ભજીયા સાથે ટેસ્ટી દહીં ની ચટણી
ભજીયા પ્લેટર વિથ દહીં ચટણી (Bhajiya platter with dahi chatney recipe in Gujarati)
#MW3
અલગ-અલગ ચાર રીત ના ભજીયા સાથે ટેસ્ટી દહીં ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લો.પછી તેની પાતળી સ્લાઈસ કરો.ત્યારબાદ તેને પાણીમાં પલાળી દો.
- 2
ત્યારબાદ ડુંગળી લઇ તેની છાલ ઉતારી તેની પણ સ્લાઈસ કરી લો.
- 3
ત્યારબાદ લીલા મરચાની પાતળી સ્લાઈસ કરી લો..
- 4
બટાકા બાફી તેની છાલ ઉતારી.તેનો છૂંદો બનાવી લો.ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર હળદર,મરચું,મીઠું,ધાણાજીરૂ,લીંબુ,ખાંડ,ગરમ મસાલો,ઝીણી સમારેલી કોથમીર તથા કેપ્સીકમ મરચાં ઝીણાં ટુકડા કરીને નાખો.હવે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.અને તેના ગોળા વાળી લો.
- 5
ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ લો.તેમાં હળદર,મરચું,મીઠું, ધાણાજીરું,હિંગ તથા ૨ ચમચી ગરમ ગરમ તેલ ઉમેરો.હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 6
ત્યારબાદ બટાકા ની પતરી ને ચણાના લોટના ખીરામાં બોડી અને ગરમ તેલમાં તળી લો મરચાની સ્લાઈસને પણ ખીરામાં બોળી ડીપ ફ્રાય કરો,બટાકા વડા,તથા ડુંગળી ની સ્લાઈસ વારાફરતી તેમાં ઉમેરી ખૂબ ગરમ તેલમાં તળી લો.આ રીતે તૈયાર થઈ જશે એકદમ ચટાકેદાર ભજીયા.
- 7
દહીંની ચટણી બનાવવા માટે ઘરનું બનાવેલું મોડું દહીં લઇ લો. ત્યારબાદ તેમાંમરચું,મીઠું,ધાણાજીરૂ તથા ખાંડ ઉમેરો.આ બધાને સરસ રીતે મિક્સ કરી લો.અને ગરમાગરમ સ્વાદિષ્ટ ભજીયા સાથે દહીંની ચટણી સર્વ કરો.જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)