મેથી ભાજીનું ટેસ્ટી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી બીટી લો. પછી તેને સમારી લો. અને બેથી ત્રણ પાણી વડે સાફ કરો. બધી જ માટે નીકળી જાય ત્યાં સુધી બરાબર ધોઈ લો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકો. હવે તેમાં ચપટી હીંગ ઉમેરો.
- 3
ત્યારબાદ આદુ,મરચાં અને લસણ ની પેસ્ટબનાવી લો. અને ગરમ તેલમાં સહેજ પેસ્ટ ઉમેરો. ત્યારબાદ 1 ટમેટું ઝીણું સમારેલું. પહેલા આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરો.
- 4
સરસ રીતે મિક્સ કરી લો. બરાબર ચડી જાય પછી મેથી ની ભાજી ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, મીઠું તથા ધાણા જીરુ ઉમેરો. બરાબર મિક્સ કરી લો. ડીશ ઢાંકી થોડી વાર ચઢવા દો.
- 5
સરસ રીતે ચડી જાય. અંદરનું બધું પાણી પડી જાય. ત્યાર પછી ગેસ બંધ કરીગરમ ગરમ મેથીની ભાજીનું શાક પીરસો. ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258342













ટિપ્પણીઓ (7)