તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

Kamini Patel @cook_25035688
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને અધકચરા શેકી લેવા
- 2
ત્યારબાદ એક તાસરામા ઘી ગરમ કરી, તેમાં ગોળ નાખી તાવેતાથી હલાવો.
- 3
ત્યાર બાદ એક વાટકી માં પાણી લઇ ને રાખવું. ગોળ ગોલ્ડન બ્રાઉન થાય પછી પાણી ની વાટકી માં ૨ ટીપા ગોળ ના નાખવા અને પાઇ થઇ છે કે નથી એ ચેક કરવું.
- 4
પછી ગોળ ઓગળી જાય અને ખદખદવા લાગે એટલે તેમાં તલ નાખી બરાબર હલાવી દો
- 5
બધુજ એક મિશ્ર કરી ગેસ બંધ કરી લેવો, અને પ્લેટફોર્મ પર પાણી વાળો હાથ કરી ફેરવી દો
- 6
પછી મિશ્રણ પ્લેટફોર્મ પર પાથરી પાતળા રોટલા વણી દો, ને કાપા પાડી લેવા
- 7
. ને 5 મિનિટ પછી ટુકડા કરી ને કોઈ ડબ્બા માં ભરી લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14405130
















ટિપ્પણીઓ (9)