નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

અત્યારે હાલમાં ઉતરાયણ આવે છે તો ઊંઘીયા ઝીણી સેવ મિક્ષ કરીને ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છેમેં આજે નાયલોન સેવ બનાવી છે જે અલગ મેથડથી જ બનાવેલી છે આ રેસિપી ને ફોલો કરીને જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી સોફ્ટ અને મુલાયમ બને છે આ સેવ બનાવવા માટે મેં સોડા ખારો નો ઉપયોગ કરેલો નથી વગર સોડા એ જ એકદમ નાયલોન સેવ બને છે
એકદમ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે અને તેમાં સામગ્રીની પણ ઓછી જરૂર પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
4વ્યકિત
  1. ૧ કપપાણી
  2. 1/3 કપતેલ
  3. 3 કપબેસન
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    બેસનની આઈટમ બનાવતા પહેલા બે બાબતોનું ધ્યાન રાખવું કે બેસન હંમેશા ચાળીને જ વાપરવા તેનાથી બેસન ની જે કોઈપણ આઇટમ બનાવો તેના resultsમાં ફેર પડી જાય છે એટલે સૌથી પહેલાં બેસનને ચાળી લો

  2. 2

    એક મોટા બાઉલમાં તેલ અને પાણી મિક્સ કરો તેને બ્લેન્ડર કેમિકચરની મદદથી સાબુ જેવું સફેદ ફીણ થાય ત્યાં સુધી લગભગ ત્રણ મિનિટ જેવું ફેરવો

  3. 3

    હવે આ મિશ્રણમાં મીઠું ઉમેરો અને થોડો થોડો કરીને લોટ ઉમેરતા જાવ અને હલાવતા જ ધીમે ધીમે કરીને બધું બેસન એડ કરી દો

  4. 4

    હવે તેમાં એક મોટી ચમચી થી બરાબર ફેંટવાનું છે લગભગ પંદર મિનિટ જેવું ફેટવું આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે જેટલું વધારે ફેટશો તેટલી સેવ સોફ્ટ થશે તમે નીચે પિક્ચર માં જોઈ શકો છો ફેટ્યા પહેલા અને પછી કલર એકદમ ચેન્જ થઈ જાય છે

  5. 5

    હવે તેમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી ઉપર જણાવેલા માપ પ્રમાણે તેલ અને પાણીના મિક્સરમાં બેસન એડ કરી દેવાનો છે

  6. 6

    હવે સંચામા એક દમ ઝીણા કાણા વાળી જારી મુકી સેવ બનાવી લો તેલ વ્યવસ્થિત ગરમ થવા દેવાનું પછી જ્યારે સેવ પડીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો પછી ઉપર ફીણ ફીણ થશે તે પરપોટા થોડા ઓછા થાય એટલે ફુલ ગેસ કરી અનેબીજી બાજુ ફેરવી દેવાનો ૧૦ સેકન્ડમાં જ બીજી બાજુ પણ થઈ જશે જેટલી ઝીણામાં ઝીણી જાળી હોય તે વાપરવી જેનાથી જિની સેવ પડશે

  7. 7

    તૈયાર છે નાયલોન સેવ જેને સેવ ખમણી મમરા ની અંદર પણ એડ કરી શકાય અને ઊંધિયામાં પણ સરસ લાગે છે

  8. 8

    અહી પરફેક્ટ results માટે બેસન જ વાપરવું ચણા નો લોટ નહિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes