મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

Sapna Kotak Thakkar @29119sapna_thakkar
મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ઘઉં નો લોટ લો. મેથી ને ધોઈ ને સમારી ને સાઇડ પર રાખો. પછી લોટ માં મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને તેલ ઉમેરો.
- 2
પછી તેમાં મેથી ને ઉમેરો. પછી લોટ સાથે બધું મિકસ કરવું.
- 3
પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને લોટ બાંધી લો. પછી થોડું તેલ ઉમેરી ને લોટ ને કુનવી લેવો.પછી તેમાં થી લુઆ કરી લેવા. હવે તેમાં થી એક લુઓ લઈ ને કોરા લોટ નું અટામણ લેવું.
- 4
હવે લુઆ માં થી થેપલું વણી લેવું. પછી લોઢી ને ગરમ કરવા મૂકવી.ને થેપલા ને પહેલા બને બાજુ થોડું સેકી લેવું ને પછી બંને બાજુ થોડું તેલ લગાવી ને સેકી લેવ
- 5
પછી બધા જ થેપલા આવી રીતે તૈયાર કરી લેવા. ને પછી તેને કેરી ના છું દા સાથે અને બટેટા ના શાક સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456786














ટિપ્પણીઓ (10)