કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)

#WD
આ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#WD
આ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને કૂકરમાં પાણી નાખી બાફી લેવા ત્યાર પછી તેની છાલ ઉતારી તેને મેસ કરવા
- 2
લોયા માં તેલ મૂકી 1/2 ચમચી હિંગ નાંખી તેમાં કચ્છી દાબેલીનો મસાલો નાખીને તેને સાંતળવો
- 3
મસાલો સંતળાઈ જાય પછી તેમાં બટેટાનો માવો નાંખી દેવો તેમાં લીંબુનો રસ તથા જરૂર મુજબમીઠું નાખી મિક્સ કરવું મસાલાના બરાબર સાંતળી લેવો તેમાં કોથમીર નાખી દેવી દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે
- 4
હવે પાઉં લઈ તેમાં ચપ્પુથી વચ્ચે કાપો પાડવો એમાં વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી દેવું આ રીતે બધી દાબેલી ભરી લેવી ગેસ પર લોઢી મૂકી ઘી લગાવીને દાબેલી ને શેકી લેવી દાબેલી શેકાઈ જાય ત્યાર પછી મસાલા શીંગ અને ઝીણી સેવ નાખી દેવી
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ કચ્છી દાબેલી તેને પ્લેટમાં લઈ ખજૂર આમલીની ચટણી તથા લસણની ચટણી સાથે સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (12)