ઇન્સ્ટન્ટ પીઝા પાણીપુરી (Instant Pizza Panipuri Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
ઇન્સ્ટન્ટ પીઝા પાણીપુરી (Instant Pizza Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,ટામેટા, બેબી કોર્ન, કેપ્સીકમ અને કોથમીરને ઝીણી સમારી લેવી.
- 2
હવે,આ બધું એક બાઉલમાં નાખી તેની ઉપર મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવા અને બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે, તૈયાર લાવેલી પૂરીમાં હાથેથી કાણા પાડી લેવા.
- 4
ત્યારબાદ બનાવેલ મિશ્રણને પુરીમાં ભરી લેવું. ઉપર પીઝા ની સ્લાઈસ ના કટકા કરી સજાવું.
- 5
પાણી બનાવવા માટે કોથમીર,ફુદીના અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરી લેવું અને પેસ્ટ બનાવી લેવી પછી તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવું,લીંબુ, મીઠું અને પાણી પુરીનો તૈયાર મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવો પાણીપુરીનો મસાલો તૈયાર છે.
આ પાણીપુરી ચટપટી ખાવી હોય તો પાણીની સાથે પણ ખાઈ શકો છો નહિતર પાણી નાખ્યા વગર પણ આ પાણીપૂરી ખાઈ શકો છો.
તો તૈયાર છે આપણી પીઝા પાણીપુરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14718944









ટિપ્પણીઓ (5)