જામનગર ના પ્રખ્યાત રસપાંઉ (Jamnagar Famous Raspaau Recipe In Gujarati)
#CT આમ તો જામનગર બાંધણી માટે જગમશહૂર છે આ સિવાય અહીંના કંકુ કાજલ અને સુરમો પણ એટલા જ પ્રખ્યાત છે પરંતુ ખાણીપીણીની વાત કરું તો અહીંયા ત્રિકમ બેચર નો મેસુબ જે રાજાશાહીના વખતથી બનતો આવે છે અને અહીંના જામ સાહેબ ને પણ એટલો બધો પસંદ હતો કે તેમણે એક બિલ્ડીંગ ફક્ત મેસુબ બનાવવા માટે જ ત્રિકમજી બેચર ને ભેટ તરીકે આપી દીધો આ મેસૂબ ખૂબ જ પોચો અને ગુણકારી હોય છે અને બાળકો માટે આરોગ્યપ્રદ પણ એટલો જ. દિલીપ ના ઘુઘરા જેડીના બ્રેડ કટકા અને કચોરી ની તો શું વાત કરું જામ વિજય જૈન વિજય વગેરે ખૂબ જ પ્રખ્યાત છે.અહીંના દાળ પકવાન, લક્ષ્મીના પૂરી શાક અને મહાલક્ષ્મી ના ચોકમાં હરસુખભાઈના રસ પાંઉ વિ. વાનગીઓ માં થી આજે મેં રસપાંઉ બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળ અને આમલીને પાણીમાં પલાળીને ઉકાળો.
- 2
ત્રણથી ચાર કલાક આ મિશ્રણને એમને એમ રહેવા દો.
- 3
છ થી સાત કળી લસણની પેસ્ટ બનાવી આ મિશ્રણમાં ઉમેરો.
- 4
ત્યારબાદ આ મિશ્રણમાં જરૂરિયાત મુજબ મીઠું લાલ મરચું પાઉડર અને ધાણા જીરું ઉમેરો.
- 5
આ રીતના તૈયાર થયો છે રસપાંઉ માટે નો રસ.
- 6
કડક પાંઉ ના કટકા કરી રસ માં બોળી ને બહાર કાઢી લો.
- 7
હવે આ રસપાંઉ ને લીલી ચટણી,ડુંગળી મસાલા શીંગ,સેવ અને દાડમના દાણાથી ગાર્નીશ કરો. તૈયાર છે ચટપટા રસપાંઉ.
- 8
Similar Recipes
More Recipes
- રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
- ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
- સંદેશ (Sandesh Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
- પાલીતાણા સ્પેશિયલ જૈન ભેળ (Palitana Special Jain Bhel Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)