ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)

#AM1
કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું ઉમેરી લો.
- 2
હવે તેમાં છાસ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. (અથવા દહીં અને પાણી ઉમેરી શકાય) હવે ગોળ ઉમેરી લો.
- 3
હવે વઘાર માટે ઘી અને તેલ મિક્સ કરી ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું, હિંગ, મેથી ના દાણા, તમાલપત્ર, મીઠા લીમડા ના પાન, સૂકું લાલ મરચુ, લીલા મરચા ના ચિરીયા અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને વઘાર બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આ વઘાર તૈયાર કરેલ છાસ ના મિશ્રણ માં ઉમેરી લો.
- 5
હવે કઢી ને એક ઉભરો આવે ત્યાં સુધી ઉચા તાપે ઉકાળો. ત્યારબાદ ગેસ ધીમો કરી લેવો. સતત હલાવતા રહેવું.
- 6
15-17 મિનિટ માટે કઢી ને ધીમા તાપે ઉકળવા દો. ત્યારબાદ સમારેલ કોથમીર ભભરાવી સર્વ કરો. ગરમ ગરમ ગુજરાતી ખાટી મીઠી કઢી ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)