સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 - 4 સરગવાની શીંગ
  2. ૫૦૦ ગ્રામ ખાટી છાશ
  3. 1એક ચમચો ચણાનો લોટ
  4. 2ચમચા તેલ
  5. ૮ થી ૧૦ કળી લસણ
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૫-૬ મીઠા લીમડાના પાન
  10. 1/4 ચમચી હિંગ
  11. કોથમીર ઝીણી સુધારેલી
  12. ૧ ચમચીખાંડ. જરૂરી નથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાની સિંગને સારી પાણીથી ધોઈ અને વચ્ચેથી ફાડા કરી પાણી ઉમેરી તેમાં મીઠું નાખી અને બાફી લેવી. છાશમાં ચણાનો લોટ ઉમેરી અટામણ તૈયાર કરવુ.

  2. 2

    સરગવો બફાઈ જાય પછી તેને પાણીમાંથી બહાર કાઢી લેવો. એક કડાઈમાં તેલ ગરમ મૂકી હિગં હળદર અને લાલ મરચાંનો વઘાર કરી અટામણ કરેલી કઢી વઘારવી.

  3. 3

    તેમાં એક ચમચી ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે મરચું એડ કરવું વાટેલું લસણ પણ નાખવું કઢીને ઉકળવા દેવી.

  4. 4

    તને ટાંકી દેવું અને કઢી ઉકળે એટલે તેમાં સરગવો એડ કરવો

  5. 5

    એક વઘારિયા માં તેલ ગરમ મૂકો તેમાં લાલ મરચાંનો વઘાર કરી અને કઢીમાં ઉમેરો. જો ગળી કઢી ભાવતી હોય તો આ સમયે તેમાં ખાંડ પણ ઉમેરી શકાય છે.

  6. 6

    લો તૈયાર છે ખૂબ જ પૌષ્ટિક એવી સરગવાની કઢી. તેને કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes