રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો લોટમાં ઘી નાખી અને ધીમા તાપે શેકી લો
- 2
લોટ સેકાઈ એકદમ બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેમાં જાયફળ ઉમેરી દો અને એક ચમચો મલાઈ ઉમેરી દો મલાઈ ઉમેરવાથી મોહનથાળ કણીદાર બને છે એક તપેલીમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી બે તારની ચાસણી કરી લો ચાસણી તૈયાર થઇ જાય એટલે ચણાના લોટના બેટર માં ઉમેરી દો થોડીવાર લોયામાં જ રહેવા દો
- 3
પછી તેને એક ડીશમાં ધાળી દો પછી ઉપરથી ખસખસ અને બદામની કતરણ છાંટી દો થોડીવાર પછી ચાકુથી કાપા કરી લો તો તૈયાર છે આપણો મોહનથાળ જ્યારે પણ તહેવાર હોય ત્યારે મારા મમ્મી જરૂર મોહનથાળ બનાવતા અમારા ઘરનો ફેવરેટ હતો અમારા ઘરમાં બધાને મોહનથાળ ખુબ જ ભાવ તો આ છે મારા મા.....ની સ્પેશિયલ રેસિપી મધર્સ ડે ઉપર જે હું રજૂ કરું છું અત્યારે મારા મમ્મી હાજર નથી હમણા હાલમા જ એ અમને છોડીને જતા રપા છે પણ મને તેની રેસીપી ખુબ જ પાદ આવે છે તેણે જ મને બધી રેસીપી શીખવી છે😭😭 Miss you ma......અને જ્યારે મારા પપ્પાનો
- 4
બર્થડે હોઈ ત્યારે તો અમારા ઘરમાં મોહન થાળ જરૂર બનતો મારા પપ્પાનો ફેવરેટ છે મારા મમ્મી જેવો મોહનથાળ કોઈન બનાવી શકતુ
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (11)