પાત્રા (Patra Recipe In Gujarati)

ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.
હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.
સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.
હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.
સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાત્રા ની નસો કાઢી, ધોઈ ને સાફ કરી લેવા. બરાબર ધોઈ ને લૂંછી લેવા.
- 2
એક મોટા વાસણમાં બધી વસ્તુઓ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી પાત્રા પર લગાવવા નો મસાલો બનાવી લેવો. આ મિશ્રણ જાડું પણ ચોપડી શકાય એવું હોવું જોઈએ. પાણીનું પ્રમાણ જરૂરિયાત પ્રમાણે વધારે ઓછું કરી શકાય.
- 3
હવે એક પાત્રા ને લઇ ઊંધુ મૂકવું અને બંને બાજુ બીજા બે નાના પાત્રા ઊંધા મુકવા. એના પર મસાલો ચોપડવો. હવે એને બંને બાજુથી વાળી ને પાછો એના પર મસાલો ચોપડવો.
- 4
હવે પાત્રા ને ઉપર થી નીચે તરફ 1/2 વાળીને તેના પર મસાલો ચોપડી ને એનો રોલ બનાવવો. આ રીતે બધા રોલ તૈયાર કરી લેવા.
- 5
હવે પાત્રા ના રોલ ને એક સ્ટીમરમાં મૂકીને વરાળથી બાફી લેવા. સ્ટીમર ના હોય તો એક મોટા પોટ માં થોડું પાણી ઉમેરી એમાં કાંઠો મૂકીને એના પર કાણા વાળી પ્લેટ ગોઠવવી. હવે તેના પર થોડું તેલ લગાડી બધા પાત્રા ના રોલ ગોઠવી દેવા અને વાસણને ઢાંકીને મીડીયમ તાપે ૪૦ થી ૫૦ મિનીટ સુધી સ્ટીમ થવા દેવું. પાત્રા ઠંડા પડે એટલે એને ગોળ આકારમાં કાપી લેવા. પાત્રા કાપી એના પર સીંગતેલ રેડીને બાફેલા પાત્રા પણ ખાઈ શકાય.
- 6
શેલો ફ્રાય કરવા માટે એક પેનમાં તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં પાત્રા ના ટુકડા એક એક કરીને ગોઠવી દેવા. હવે પાત્રા એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય એટલે તેને પલટાવીને બીજી બાજુથી પણ ગોલ્ડન બ્રાઉન કલર ના કરી લેવા. હવે શેલો ફ્રાય પાત્રા ને પીરસી શકાય. પાત્રા ને ગરમ તેલ માં ડીપ ફ્રાય પણ કરી શકાય.
- 7
પાત્રા વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને તલ ઉમેરીને પાત્રા ના ટુકડા ઉમેરી દેવા. બધુ બરાબર હલાવી લઈને પાંચ થી સાત મિનિટ સુધી મધ્યમ તાપ પર ગરમ થવા દેવું. હવે તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો. વઘારેલા પાત્રા પીરસવા માટે તૈયાર છે.
- 8
પાત્રા ને ગરમા ગરમ પીરસી શકાય.
Similar Recipes
-
તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
આ એકદમ સામાન્ય વસ્તુઓ ને વાપરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી રેસીપી છે. હું પાત્રા ને અલગથી બાફતી નથી એને શાકની સાથે ધીમા તાપે ચડવા દઉં છું. એના લીધે એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ શાક ને રોટલી અથવા રાઈસ સાથે પીરસી શકાય પણ મને તો એમનેમ જ ખાવાનું ખૂબ જ પસંદ છે.#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#post19 spicequeen -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
પાત્રા
#ગુજરાતી ફરસાણ. બાફેલા પાત્રાના વીટા જે વઘાર કરી તેમજ તળીને પણ બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે રસ સાથે પાત્રા કે ઈદડા હોય છે. આ બાફેલા પાત્રા તમે ફ્રીઝમાં પણ ૮ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. તૂરીયા સાથે બનાવેલ શાક તૂરીયા-પાત્રા ઘણું જ સરસ લાગે છે. Urmi Desai -
કડક પાત્રા(Kadak Patra Recipe in Gujarati)
#goldenapron_3 #week_6 #Ginger#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૮પાત્રા બાફેલા, વઘારેલા અને તળેલા એમ ત્રણ પ્રકારના બનાવી શકાય છે. મારાં ઘરમાં તળેલા પાત્રા સૌથી વધારે પસંદ કરે છે એટલે આજે મેં બજારમાં મળતા કડક પાત્રા બનાવ્યા છે. જે પાત્રાના કાચા વીટામાથી બનાવ્યા છે. Urmi Desai -
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
પાત્રા
પાત્રા એ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે રસ પૂરી અને પાત્રા જમવામાં જૂગલ જોડી ગુજરાતની અંદર છે.ભારતીય પરંપરાગત ભારતીય વાનગી છે.પાત્રા હિમાચલ પ્રદેશ યુપી અને બિહારમાં રિક્વાસ અને મહારાષ્ટ્રની અંદર મૂળ કરીને માલવણમાં પેટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે પત્તા એટલે કે પાન માં હીમોગ્લોબીન ખૂબ જ પ્રમાણમાં હોય છે અને વરસાદમાં તો આ પાન ઢેર ઠેર ખૂબ જ જોવા મળે છે. Kunjal Sompura -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiમે પાત્રા બે રીતે બનાવ્યા છે એક ઉછાળી ને અને બીજા બાફી ને. ઉછડેલા પાત્રા ૧-૨ દિવસ સુધી રહી સકે છે જયારે બાફેલા પાત્રા ૧૦-૧૫ દિવસ સુધી તમે ફિઝર માં મૂકી શકો છો Ami Desai -
સ્ટીમ પાત્રા (Steam Patra Recipe In Gujarati)
#GA4 #Week8સ્ટીમ પાત્રામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે પાત્રા જે સવારે નાસ્તા મા કે ફરસાણ મા પણ સરસ લાગે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
આલુ મસાલા પાત્રા (Aloo Masala Patra Recipe In Gujarati)
#આલુપાત્રા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. મેં તેમાં બટાકાનું કોમ્બિનેશન કરીને આલુ મિશ્રણ ભરીને પાત્રા તૈયાર કર્યા છે. Bijal Thaker -
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)
#TT2કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે. Parul Patel -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સુરતી ખાટા વડા (Surti khata vada recipe in Gujarati)
સુરતી ખાટા વડા એ રાંધણ છઠ પર બનાવાતી દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઘઉં અને જુવાર ના લોટ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં દહીં નાખીને આથો લાવવામાં આવે છે જેથી એને ખાટો સ્વાદ મળે છે. તેથી એનું નામ ખાટા વડા પડ્યું છે. આ ખાટા વડા દેસાઈ વડા તરીકે પણ પ્રખ્યાત છે.#સાતમ#post2 spicequeen -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
દલિયા રાજમા કટલેટ્સ (Daliya rajma cutlets recipe in Gujarati)
ઘણી વખત ભોજનમાં બનાવેલી વસ્તુઓ આપણા વિચાર્યા પ્રમાણે વપરાતી નથી અને વધી પડે છે. ત્યારે આપણને સમજ નથી પડતી કે એવું શું કરવું કે જેથી આ બધી વસ્તુઓ નો બગાડ ના થાય અને એ વપરાઈ જાય. વધેલી વસ્તુઓને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સામગ્રી સાથે ભેગી કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.મેં અહીંયા વધેલા દલિયા અને બાફેલા રાજમા જે મારા ફ્રીજમાં હતા એમાંથી સ્વાદિષ્ટ કટલેટ્સ બનાવવી છે. આ એક ટ્રાયલ એન્ડ ઍરર રેસીપી હતી પરંતુ એ ખુબ જ સરસ બની અને બધાને ખૂબ જ પસંદ પડી. રાજમા ના બદલે વધેલા કોઈપણ કઠોળ અથવા શાકભાજી વાપરી શકાય અને દલિયા ને બદલે વધેલા ભાત વાપરી ને એમાં અલગ અલગ મસાલા ભેગા કરીને સ્વાદિષ્ટ કટલેટ્સ બની શકે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રાય બેસન પાત્રા(fry patra recipe in Gujarati)
#સાતમરેસિપીઅળવી નાં પાન નો ઉપયોગ કરી ભજીયા .. કે ..પછી પાત્રા જે પણ રીતનો ઉપયોગ કરવો હોય કરી શકાય. . આ ગુજરાતી લોકો ની ટ્રેડિશનલ વાનગી ગણી શકાય...છઠ્ઠ સાતમ માં અમારે પાત્રા બનાવવાના જ હોય ..એમ તો પાત્રા બાફીને કે તરીને ગમે એ રીતે ખાઈ શકાય...સાતમ ના દિવસે ટેસ્ટ ફૂલ ખાવા મળે અને તરેલા હોય તો બગડતા નથી. સો આજે મે બેસન ના પાત્રા બનાવ્યા છે... Twinkal Kalpesh Kabrawala -
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
ઝૂણકા મહારાષ્ટ્રીયન ડીશ છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી ડીશ શાકભાજીની અવેજી માં ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઝૂણકા ને ભાકર એટલે કે જુવાર કે બાજરાની રોટલી કે રોટલા સાથે પીરસવામાં આવે છે. ઝૂણકા ભાકર અને ઠેચા નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MAR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (21)