ઈન્સ્ટન્ટ વધારેલી રવા ઈડલી (Instant Vaghareli Rava Idli Recipe In Gujarati)

ઈન્સ્ટન્ટ વધારેલી રવા ઈડલી (Instant Vaghareli Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રવો માં ચાર ચમચી તેલ મિક્સ કરીને મોળું દહીં વલોવી મિક્સ કરો અને ઈડલી નું ખીરું તૈયાર કરો જરૂર મુજબ પાણી નાખી બરાબર હલાવી 25થી 30મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું
- 2
હવે એક મિક્સર જારમાં મરચાં ની કટકી, કોથમીર, આદું, લસણ અને મીઠું સ્વાદ અનુસાર નાંખી પીસી લેવું
- 3
30મિનિટ પછી ગેસ ચાલું કરી ઈડલી ના કુકર માં તળિયું ડૂબે તેટલું પાણી નાખી ઉકળવા મુકો
- 4
દહીં માં પલાળેલા રવા માં મરી પાઉડર મીઠું અને ઇનો નું પેકેટ નાંખી હલાવો જ્યાં સુધી ખીરું માં બબલસ જેવું ઉપર આવે ત્યાં સુધી હલાવી તેલ લગાવેલી થાળી માં રેડી પાણી ઉકળવા લાગે એટલે કુકર માં મૂકી ઢાંકી ને પાચ મિનીટ સુધી સ્ટીમ કરો
- 5
અને પછી ઢાંકણ ખોલી ઈડલી ની થાળી બાર કાઢી ઠંડું પડે એટલે કાપા પાડી લેવાં
- 6
હવે એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડા ના પાન નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં ચપટી હિંગ અને તલ નાખી આદું મરચાં કોથમીર અને લસણ ની ચટણી નાખી બરાબર હલાવી એક મિનિટ સુધી રહેવા દો
- 7
અને પછી સ્ટિમ કરેલી રવા ઈડલી ની થાળી માં કાપા પાડીને વઘારેલી ચટણી પાથરી દો ઉપર લાલ મરચું પાઉડર મરી પાઉડર સમારેલી કોથમીર છાંટી
- 8
સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ રવા ઈડલી
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)