મસાલેદાર ભીંડી (Masaledar Bhindi Recipe In Gujarati)

Swati @swatikariya
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા લો તેને આપ જે રીતે સમારવા ગમે તેમ સમારી શકો છો
- 2
મેં અહીં ગોળ slice કરી સમાર્યા છે
- 3
એક પેન માં તેલ લઇ તેને ગરમ થવા દો પછી તેલ માં ચપટી હિંગ, નાખી સમારેલા ભીંડા ઉમેરી દો
- 4
ત્યારબાદ ભીંડા થોડા ચડી ના જાય ત્યાં સુધી ઢાંકી ને ધીમા તાપે ચડવા દો. જરૂર લાગે તો પેન પર કોઈ થાળી મુકી તેમાં થોડું પાણી રાખી ચડવા દો.
- 5
જ્યાં સુધી ભીંડા ચડે નહી ત્યાં સુધી ચમચા થી હલાવવું નહિ ની તો શાક ચીકણું થઇ જશે
- 6
મિક્સર જાર માં ટામેટા, ડુંગળી, આદુ મરચાં, લસણ નાખી ફાઇને પેસ્ટ તૈયાર કરી લો.
- 7
ભીંડા ચડી ગયા બાદ તેમાં તૈયાર ગ્રવી ઉમેરી ચડવા દો. બંને ચડી જવા આવે પછી રેગ્યુલર મસાલો, ગરમ મસાલો ઉમેરી દો
- 8
તૈયાર ભીંડી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો, તૈયાર છે મસાલેદાર ભીંડી 😋😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030133



ટિપ્પણીઓ (3)