રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Nikita Panchal
Nikita Panchal @cook_30392135
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૫ મિનીટ
૬ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામસૂકા વ્હાઇટ વટાણા
  2. ૧ ચપટીસંચળ પાઉડર
  3. ૧૩-૧૪ નંગ બટાકા
  4. કોથમીર
  5. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 ચમચી હળદર
  8. 2 ચમચીબ્રેડ નો ભૂકો
  9. 1/2 ચમચી ગરમ મસાલો / સેવ ઉસળ મસાલો
  10. ખાંડ
  11. 1/4 ચમચીલીંબુ ના ફૂલ
  12. 1/4 ચમચી ધાણાજીરું,
  13. ૧૦-૧૨ નંગ સૂકું લસણ
  14. તેલ
  15. ૩ - ૪ નંગ લવિંગ
  16. ૫ નંગ કાંદા
  17. મોટું ટામેટું
  18. ખજૂર-આંબલી ની ચટણી
  19. સેવ
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૫ મિનીટ
  1. 1

    બટાકા ની પેટીસ
    ૧૩-૧૪ નંગ બટાકા ને બાફી દેવા, પછી તેને દબાવી દેવા,ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, લીલા મરચા ની પેસ્ટ, મીઠું, હળદર,બ્રેડ નો ભૂકો,ગરમ મસાલો,થોડી ખાંડ, ૮-૧૦ નંગ લીંબુ ના ફૂલ, ધાણાજીરું, ૧૦-૨૦ નંગ લસણ ની પેસ્ટ મિક્ષ કરી બરાબર હલાવી પેટીસ બનાવી દેવી.

  2. 2

    ત્યારબાદ બધી પેટીસ ને ફ્રાઈ પેન માં ગોલ્ડન બ્રાઉન ફ્રાઇ કરી દેવી એટલે પેટીસ રેડી.

  3. 3

    રગડો
    વ્હાઇટ વટાણા ને બાફી દેવા.

  4. 4

    ત્યારબાદ એક પેન માં તેલ નાખી તેમાં ૩-૪ નંગ લવિંગ એડ કરવા,ત્યારબાદ ૧ મોટો જીનો સમારેલો કાંદો નાખી સાતરવું, ગુલાબી થઇ એટલે ૧ મોટું સમારેલું ટામેટું એડ કરી મિક્ષ થઇ ત્યાં સુઘી થવા દહીં તેમાં લીલા મરચા- આદું ની પેસ્ટ, હળદર, ધાણાજીરું,ગરમ મસાલો/ સેવ ઉસળ મસાલો, મીઠું નાખી હલાવી દ્દેવું,

  5. 5

    ત્યારબાદ, વટાણા ને થોડું પાણી એડ કરી હલાવી, કોથમીર થી ગાર્નિશ કરી દેવું એટલે રગડો રેડી.

  6. 6

    ગાર્નિશ પ્લેટ
    એક પ્લેટ માં પેટીસ લઈ તેના ઉપર રગડો રેડવો,ત્યારબાદ તેમાં જીનો સમારેલો કાંદો, ખજૂર- આંબલી ની ચટણી એડ કરવી અને છેલ્લે ઉપર સેવ આ અને કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસવું. આ તૈયાર છે રગડા પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Panchal
Nikita Panchal @cook_30392135
પર

Similar Recipes