મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગને ધોઈ એક કલાક પલાળી રાખો. અને પછી કૂકરમાં બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લો પછી મીઠો લીમડો, હિંગ અને ટામેટા નાખી સાંતળી લો.
- 3
હવે એક વાડકીમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ અને મીઠું લઇ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ કડાઈમાં ઉમેરી દો. અને તેમાં બાફેલા મગ ઉમેરો. અને ટેસ્ટ મુજબ મીઠુ ઉમેરીને થોડીવાર ઉકળવા દો.
- 4
તો તૈયાર છે મુંગ મસાલા કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184440



ટિપ્પણીઓ (3)