મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)

#EB
#Week8
#RC1
#cookpadindia
#cookpadgujarati
#alusev
#sev
વિકિપીડિયા અનુસાર, આલુ ભુજિયા સૌ પ્રથમ વાર 1877 માં મહારાજા શ્રી ડુંગર સિંહના શાસન દરમિયાન રાજસ્થાનના બીકાનેર શહેરમાં બનાવવા માં આવી હતી. હવે તે આખા ભારતમાં લોકપ્રિય નાસ્તો બની ગઈ છે અને ઘણી બ્રાન્ડ્સ દ્વારા તેનું વેચાણ થાય છે. જોકે બ્રાન્ડ પ્રમાણે તેનો રંગ, ટેક્સચર અને સ્વાદ માં ભિન્નતા જોવા મળે છે.
આલૂ સેવ ને ભુજિયા પણ કહેવામાં આવે છે. તે બટાકા, ચણાનો લોટ અને મસાલાથી બનેલો પરંપરાગત ક્રિસ્પી નાસ્તો છે. તેમાં ચોખા નો લોટ ઉમેરવા થી વધારે ક્રિસ્પી લાગે છે અને ઓઈલી બિલકુલ નથી લગતી.
અહીં પ્રસ્તુત આલૂ સેવ માં મેં ફુદીના નો અને ગાર્લિક નો ફ્લેવર આપ્યો છે જે સ્વાદ માં ખૂબજ ચટાકેદાર લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી લો. છીણેલા બટાકા માં ગઠ્ઠા રહી નહિ જાય એનું ધ્યાન ખાસ રાખવું.
- 2
હવે એક પહોળું બાઉલ લો. તેની ઉપર ચારણી મુકો. તેમાં બેસન, ચોખા નો લોટ અને ઉપર જણાવેલ બધા મસાલા (તેલ સિવાય) ઉમેરી ને ચારી લો. હવે તેમાં તેલ અને છીણેલા બટાકા નો માવો ઉમેરી ને લોટ બાંધો. (પાણી બિલકુલ નાખવાનું નથી). લોટ બંધાઈ જાય એટલે તેને 1 ચમચી તેલ વડે સરખો કરી લો. હવે લોટ ને 5-7 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
એક પેન માં તળવા માટે તેલ ગરમ કરો. હવે સેવ પાડવાના સંચા ને તેલ થી ગ્રીઝ કરો. તેમાં સેવ ની સાઈઝ પ્રમાણે ગ્રીઝ કરેલી જાળી મૂકી. તેમાં સેવ નો લોટ હાથ થી રોલ કરી ભરી સંચો બંધ કરી દો. ત્યારબાદ ગરમ તેલ માં સંચા વડે સેવ પાડો અને મીડીયમ ફ્લેમ પર બંને બાજુ એ લાઈટ ગોલ્ડન તળી લો.
- 4
સેવ તળાઈ જાય એટલે કાણા વાળા વાસણ માં અથવા પેપર ટોવેલ ઉપર નિતારવા મુકો. આ રીતે બધી સેવ તૈયાર કરી લો. સેવ ઠંડી પડે એટલે જોઈતી સાઈઝ મુજબ ચુરો કરી લો.
- 5
સ્વાદિષ્ટ ચટાકેદાર ક્રિસ્પી મિન્ટ ગાર્લિક આલૂ સેવ તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ તેને ચા-કોફી સાથે સર્વ કરો. તેને એર ટાઈટ ડબ્બા માં 20-25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (58)