દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Nidhi Sanghvi @cook_9784
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીને છીણી તેમાંથી પાણી નીચોવી લો.હવે એક બાઉલ મા લોટ, છીણેલી દૂધી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં બધા મસાલા અને ૧ ચમચી તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.અને મિક્સ કરેલા લોટ ને ૫ મિનિટ રહેવા દો જેથી દૂધી માંથી પાણી છૂટું પડી જાય
- 2
૫ મિનિટ પછી લોટ ને મસળી લો અને જરૂર પડે તો દહીં ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.પછી તેમાંથી એક સરખા લૂઆ કરી લો
- 3
હવે લૂઆ ને લોટ વાળો કરી ગોળ થેપલા વણી લો.પછી તેને તવી પર તેલ લગાવી બંને બાજુ શેકી લો
- 4
તૈયાર કરેલા દૂધી ના થેપલા ને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15276124














ટિપ્પણીઓ (2)