કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB
# week13
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંકોડા ને સરખી રીતે ધોઈ ને કોરા કરી નાખવા. ej રીતે બટાકા ને પણ ધોઈ ને રાખવું. બટાકા નાખવા જરૂરી નથી એકલા કંકોડા નું શાક પણ કરી શકાય અહી મે કંકોડા સાથે બટાકા નો ઉપયોગ કર્યો છે.
- 2
ત્યારબાદ કંકોડા ની છાલ કાઢી ને લાંબા સમારવા ને બટાકા ને પણ છાલ કાઢી નેએજ રીતે લાંબા સમારવા.
- 3
પછી લોઢાની કઢાઈ માં તેલ ગરમ કરી ને રાઈ નો. વઘાર કરવો. પછી તેમાં કંકોડા ને બટાકા નાખવા.
- 4
ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણાજીરુ, મરચું, નાખી ને એક થાળી ઢાંકી ને શાક થવા દેવું.
- 5
લોઢાની કઢાઈ માં શાક કરવાથી શાક ક્રિસ્પી થાય છે
- 6
થોડીવાર પછી શાક હલાવતા રેહવું જેથી એમાં બધો મસાલો મિક્સ થઈ જાય પછી ઢાંકેલી થાળી લઈ લેવાની ને એમનેમ શાક શીજવા દેવાનું. શાક થઈ જાઈ પછી તેમાં ખાંડ નાખવી. પછી શાક તૈયાર થઈ જાય એટલે ઉપરથી થોડું ધાણાજીરુ નાખી ને એક બાઉલ માં સર્વે કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15344832





ટિપ્પણીઓ