ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#MRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા
ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો
પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ
પડી જાય.

ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)

#MRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા
ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો
પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ
પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 નંગપૂરી
  2. 4 નંગમોટા બટાકા બાફીને મેસ કરેલ
  3. 1 કપબાફેલા ચણા
  4. 1 નંગમોટી ડુંગળી ઝીણી સમારેલ
  5. મીઠું અને ચાટ મસાલો સ્વાદ મુજબ
  6. ગોળ આંબલી નું પાણી:
  7. 1/4 કપઆંબલી
  8. 1/4 કપગોળ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1 ટી સ્પૂનજીરા પાઉડર
  12. હાજમાં હજમ પાણી:
  13. 4 ટેબલ સ્પૂનઆંબલી નો પલ્પ
  14. 2 ટેબલ સ્પૂનપાઉડર ખાંડ
  15. 1 ટી સ્પૂનખમણેલ આદુ
  16. 1/2 ટી સ્પૂનજીરા પાઉડર
  17. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  18. 1/4 ટી સ્પૂનહિંગ
  19. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  20. ફુદીના પાણી:
  21. 1 કપફુદીનો
  22. 2 ટેબલ સ્પૂનઆંબલી નો પલ્પ
  23. 2તીખી મરચી
  24. 1 ટુકડોઆદુ
  25. મીઠું સ્વાદ મુજબ
  26. 1 ટેબલ સ્પૂનસંચર પાઉડર
  27. 1 ટેબલ સ્પૂનપાણી પૂરી મસાલો
  28. લસણ નું પાણી:
  29. 4-5કળી લસણ
  30. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  31. 1 ટી સ્પૂનજીરા પાઉડર
  32. 1 ટી સ્પૂનસંચર પાઉડર
  33. 1 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફીને મેસ કરેલ બટાકા માં બાફેલા ચણા એડ કરો.ડુંગળી એડ કરી મીઠું, ચાટ મસાલો,ઝીણી સમારેલ કોથમીર એડ કરી મિક્સ કરી ચણા બટાકા નો મસાલો રેડી કરો.

  2. 2

    ગોળ આંબલી ના પાણી માટે આંબલી માં ગોળ એડ કરી થોડું પાણી ઉમેરી ઉકાળી લો.ઠંડુ થાય પછી મિક્ષી જાર માં પીસી લો.ચારણી ની મદદ થી આ ક્રશ ને ગાળી લો. મીઠું,લાલ મરચું પાઉડર, જીરા પાઉડર એડ કરી 1 ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ગોળ આંબલી નું પાણી તૈયાર કરો

  3. 3

    હજમા હજમ પાણી માટે એક બાઉલ માં આંબલી નો પલ્પ લઈ તેમાં બધી સામગ્રી એડ કરી મિક્સ કરો એક ગ્લાસ પાણી એડ કરી મિક્સ કરી હજમ હજમ પાણી તૈયાર કરો.

  4. 4

    ફુદીના પાણી માટે એક બાઉલ માં ફુદીનો,આંબલી,તીખી મરચી લઈ થોડું પાણી એડ કરી 1/2 કલાક પલાડો. મિક્ષી જાર માં લઈ આદુ ના ટુકડા એડ કરી પીસી ને પેસ્ટ રેડી કરો.આ પેસ્ટ ને એક બાઉલમાં લઈ તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી ફુદીના નું પાણી તૈયાર કરો.

  5. 5

    લસણ પાણી માટે મિક્ષી જાર માં લસણ અને બીજી બધી સામગ્રી લઈ પીસી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટ ને એક બાઉલ માં લઇ મીઠું એડ કરી 1 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લસણ નું પાણી તૈયાર કરો.

  6. 6

    એક પ્લેટ માં પૂરી મૂકી ચણા બટાકા નો મસાલો અને ચારેય પાણી ગ્લાસ મા લઈ પાણી પૂરી ની પ્લેટ રેડી કરો.

  7. 7

    ચટપટી પાણી પૂરી ચાર ફ્લેવર ના પાણી સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes