રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Bhavisha Hirapara @cook_23808072
#EB
રવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી.
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB
રવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં રવો અને દહીં મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો,૨૦-૩૦ મિનિટ રહેવા દો.
- 2
૨૦મિનટ પછી શાક અને મસાલા ઉમેરી મિક્સ કરી લો.
- 3
નાના બાઉલ માં થોડું ખીરું અલગ કરી ૧/૪ ચમચી ઇનો નાંખી બરાબર ફેંટી લો.
- 4
કડાઇ કે પેન મા ૧ ચમચી તેલ ગરમ કરી રાઇ, તલ અને લીમડા નો વઘાર કરી ઉપર થી ખીરું રેડી, ફેલાવી દો,ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ થવા દો.
- 5
૧૦મિનિટ પછી બીજી બાજુ પલટાવી ૫ મિનિટ થવા દો.બંને બાજુ સરસ બદામી થઇ જાય એટલે બહાર કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે પીરસો.
- 6
જે જાડો પસંદ હોય તો બધા જ ખીરા માંથી એકસાથે કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386476















ટિપ્પણીઓ (13)