તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ff1
#nonfriedjainrecipe
#cookpadgujarati
મેં આજે 15 ઓગસ્ટના દિવસે તિરંગી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા મેં રવા માંથી બનાવ્યા છે. ઢોકળાને ગ્રીન અને ઓરેંજ કલર આપવા માટે પાલક અને ગાજર ની પ્યુરીનો ઉપયોગ કર્યો છે. આ તિરંગી ઢોકળાને થોડો નવો લુક આપવા માટે મેં તેને સ્ટીકમાં ભરાવી સર્વ કર્યા છે. બાળકોને તો આ તિરંગી ઢોકળા જોતા જ ગમી જાય તેવા બન્યા છે. ગાજર, લીલા મરચા અને પાલકને લીધે આ ઢોકળા નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે.

તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)

#ff1
#nonfriedjainrecipe
#cookpadgujarati
મેં આજે 15 ઓગસ્ટના દિવસે તિરંગી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા મેં રવા માંથી બનાવ્યા છે. ઢોકળાને ગ્રીન અને ઓરેંજ કલર આપવા માટે પાલક અને ગાજર ની પ્યુરીનો ઉપયોગ કર્યો છે. આ તિરંગી ઢોકળાને થોડો નવો લુક આપવા માટે મેં તેને સ્ટીકમાં ભરાવી સર્વ કર્યા છે. બાળકોને તો આ તિરંગી ઢોકળા જોતા જ ગમી જાય તેવા બન્યા છે. ગાજર, લીલા મરચા અને પાલકને લીધે આ ઢોકળા નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. વાઈટ કલરનું ઢોકળુ બનાવવા માટે:
  2. 1 કપરવો
  3. 1 કપખાટી છાશ
  4. 1 Tspઈનો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. મોલ્ડને ગ્રીસ કરવા માટે તેલ
  7. ગ્રીન કલરનું ઢોકળુ બનાવવા માટે:
  8. 1 કપરવો
  9. 1 કપલીલા મરચા અને પાલકની પ્યુરી
  10. 1 Tspઈનો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. મોલ્ડને ગ્રીસ કરવા માટે તેલ
  13. ઓરેંજ કલરનું ઢોકળુ બનાવવા માટે:
  14. 1 કપરવો
  15. 1 કપગાજરની પ્યુરી
  16. 2ટીપા ઓરેંજ ક્લર (ફૂડ કલર)
  17. 1 Tspઈનો
  18. મીઠું સ્વાદાનુસાર
  19. મોલ્ડને ગ્રીસ કરવા માટે તેલ
  20. અસેમ્બલ કરવા માટે:
  21. પોપ સ્ટીક્સ
  22. બ્લેક ઓલીવ્સ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ રવાનું ઓરેંજ કલરનું ઢોકળુ બનાવવા માટે: એક બાઉલમાં રવો લઈ તેમાં ગાજરની પ્યુરી ઉમેરવાની છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  2. 2

    ત્યારબાદ તેમાં ફૂડ કલર ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે.

  3. 3

    ઢોકળુ ફૂક કરવા માટે એક કડાઈમાં પાણી ઉકાળવા મૂકી દેવાનું છે.

  4. 4

    તૈયાર કરેલા બેટરમાં ઈનો ઉમેરી બરાબર રીતે ફીણી, તેલ લગાવેલા મોલ્ડમાં આ બેટરને ઉમેરી તૈયાર કરેલી કડાઈમાં આ ઢોકળુ ફૂક કરવા માટે ૧૫ મીનીટ માટે મુકવાનું છે.

  5. 5

    બરાબર રીતે ફૂક થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી તેના મનગમતા ટુકડા કરી સાઇડ પર ઢાંકીને રાખી દેવાના છે.

  6. 6

    ગ્રીન કલરનું ઢોકળુ બનાવવા માટે: એક બાઉલમાં રવો લઈ તેમાં પાલક અને લીલા મરચાની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  7. 7

    ત્યારબાદ તેમાં ઈનો ઉમેરી બરાબર રીતે ફીણી તેલ લગાડેલા મોલ્ડમાં ઉમેરી તેને કડાઈમાં 15 મિનિટ માટે ફૂક કરવા માટે મુકવાનું છે.

  8. 8

    ઢોકળુ બરાબર રીતે કૂક થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી તેના મનગમતી સાઇઝના ટુકડા કરી લેવાના છે.

  9. 9

    વાઈટ કલરનું ઢોકળુ બનાવવા માટે: એક બાઉલમાં રવો લઈ તેમાં ખાટી છાશ, મીઠું અને ઈનો ઉમેરી બરાબર રીતે ફીણી તેને પણ 15 મિનિટ માટે ફૂક કરવા માટે મુકવાનું છે. અને પછી તેને મનગમતી સાઈઝમાં કટ કરી લેવાનું છે.

  10. 10

    તો અહીંયા ત્રણેય કલર ના ઢોકળા બનીને તૈયાર છે હવે તેને અસેમ્બલ કરવાના છે તેના માટે પોપસ્ટીક લઈ તેમાં ત્રણે કલર ના ઢોકળા લગાવવાના છે. અને તેમા વચ્ચે બ્લેક ઓલીવ્સ ના ટુકડા મૂકવાના છે.

  11. 11

    તો અહીંયા તિરંગી ઢોકળા પોપસ્ટીક સર્વ કરવા માટે તૈયાર છે.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes