હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને સાફ કરી ધોઇને બ્લાંચ કરી લો. થોડી થઈ જાય એટલે ચારણી માં લઈ તેનાં પર ઠંડુ પાણી રેડી દો. ઠરે એટલે તેને સમારી લો. બટાકાને બાફી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. હવે તેમાં આદુ મરચાં લસણ ઉમેરો. થોડા સંતળાઈ જાય એટલે તેમાં તાજા કે ફ્રોઝન વટાણા અને સમારેલાં કેપ્સિકમ ઉમેરો. તેને સાંતળો. થોડા સંતળાઈ જાય એટલે તેમાં બલાંચ કરેલી સમારેલી પાલક અને સમારેલો ફુદીનો ઉમેરો.
- 2
તેને મિક્સ કરી પાણી બડે ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય અને પાણી બડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું પડવા દો. મિશ્રણ ઠંડું પડે એટલે તેની પ્યોરી બનાવી લો. પ્યોરી બનાવતી વખતે પાણી રેડવું નહી. હવે એક વાસણમાં બાફેલા બટાકા ને છીણીને લો. તેમાં પ્યોરી બનાવી તે ઉમેરો. જરૂર લાગે તો મસાલા વધારે ઉમેરી મિક્સ કરો. હવે તેમાં બ્રેડક્રમ્સ અથવા ટોસ્ટ નો ભૂક્કો, સમારેલી ધોયેલી કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 3
કબાબ વડે તેવું મિશ્રણ રાખવું. હવે તેના નાના ગોળા વાળી કબાબ વાળો. તેને બ્રેડક્રમ્સ અથવા ટોસ્ટ ના ભૂક્કા માં રગદોળો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી શેકી લો. આ કબાબ ને તળી પણ શકો. બંને બાજુ તેલ મૂકી શેકી લો. શેકાઇ જાય એટલે તેને ડીશ માં લઈ ઉપર સમારેલી કોથમીર થી સજાવી લીલી ચટણી સાથે પીરસો. તો તૈયાર છે હરા ભરા કબાબ.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (4)