બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ફ્લાવર રિંગણ કોબીજ ગાજર પાણીથી ધોઈ સમારી કૂકરમાં બાફી લો. ડુંગળી ટામેટાં કેપ્સિકમ પાણીથી ધોઈ સમારો.બીટ ને છીણી લો. હવે ટામેટા ડુંગળીને મિક્સરમાં અલગ-અલગ પેસ્ટ બનાવો.
- 2
કઢાઈમાં બટર મૂકી બટર ગરમ થાય એટલે જીરુ હિંગ લસણ ની ચટણી નાખી સાંતળો. પછી ડુંગળીની પેસ્ટ ઉમેરી શેકાવા દો. હવે તેમાં કેપ્સિકમ નાખી ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો. મીઠું હળદર નાખી હલાવી શેકી લો.
- 3
કુકર ઠંડુ થઈ ગયું છે. એક મોટા બાઉલમાં બાફેલા શાકભાજી લઇ તેને મેસર થી મેષ કરો. હવે પ્યુરી માં બધા જ મસાલા નાખી હલાવો. પછી તેમાં બાફેલા શાકભાજી નાંખી બરાબર હલાવો.થોડું પાણી રેડી ધીમા તાપે પાંચ મિનિટ થવા દો. હવે તૈયાર છે બટર પાઉં ભાજી. તેમાં કોથમીર નાખી હલાવો.
- 4
પાવને વચ્ચેથી કાપી તવા પર બટર લગાવી શેકી લો. હવે સારિંગ પ્લેટ મા લઈ ડુંગળી અને લીંબુ મૂકી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (8)