મગસ (Magas Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
#CB4
મગસ લાડુડી એ ભગવાન ને ધરાવવમાં આવતો એક પ્રસાદ છે. ખાસ તો શ્રી કૃષ્ણ અને શ્રી હરી મંદિર માં આ પ્રસાદ મળે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે.
મગસ (Magas Recipe In Gujarati)
#CB4
મગસ લાડુડી એ ભગવાન ને ધરાવવમાં આવતો એક પ્રસાદ છે. ખાસ તો શ્રી કૃષ્ણ અને શ્રી હરી મંદિર માં આ પ્રસાદ મળે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં 2 ચમચી જેટલું ઘી ઉમેરી હૂંફાળું કરો. તેને ચણા ના લોટ માં ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે ઢાંકીને રાખો.
- 2
હવે ચારણી થી તેને ચાળી લો. આ રીતે ધાબો ધિધેલો લોટ તૈયાર થશે.
- 3
કઢાઈ માં ઘી ઉમેરી તેમાં ધાબો આપેલો લોટ અને સુજી ઉમેરી ધીમા તાપે શેકો. લોટ શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
- 4
ઠંડું પડે એટલે પીસેલી ખાંડ અને ઈલાયચી પાઉડર મિક્સ કરી ગોળી કે લાડુડી વાળી લો.
- 5
તો તૈયાર છે ભગવાન ને ધરાવવા માટે મગસ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703602

ટિપ્પણીઓ (2)