રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણાનો લોટ ચાળી લેવો. હવે ધાબો દેવા માટે ઘી,દુધ નવશેકુ ગરમ કરી લોટમાં મીક કરી ધાબો દઈ એક કલાક ઢાંકી ને મુકી દેવું.
- 2
એક કલાક પછી લોટને ચાળી લેવો. ગેસ ચાલું કરી ગેસ ઉપર એક પેનમાં ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી દેવો લોટ ને શેકવો.ફલેમ ધીમી રાખવી.
- 3
પંદર થી વીસ મીનીટ શેકાઈ જશે. હવે બે ચમચી દુધ નાખવુ એટલે લોટ મા સરસ કણી પડશે. હવે ગેસ બધ કરી લોટ બીજા વાસણ મા લઈ લેવો. એક કલાક ઠરવા દેવું.
- 4
લોટ ઠંડો થાય પછી તેમા બુરુ ખાંડ મીક્ષ કરી લાડુ વાળી લેવા. તો તૈયાર છે. મગસ સ્વામિનારાયણ મંદિર મા મલતી મગસની લાડુનો પ્રસાદ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705304






ટિપ્પણીઓ