ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Neha Prajapti @nehaprajapti
#CB8
Week8
Post-1
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8
Week8
Post-1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ અને બટાકા ને આડા ઊભા કાપા પાડી લો.ત્યારબાદ એક બાઉલમાં સીંગદાણાનો ભૂકો,ચવાણું નો ભૂકો, તેમાં મસાલા અને આદુ -મરચા -લસણની પેસ્ટ, કોથમીર ઉમેરો.હવે તમે ટોમેટો કેચપ ઉમેરો અને બધું બરાબર મિક્ષ કરી લો.ત્યારબાદ આ મસાલો રીંગણ અને બટાકામાં ભરી લો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હીંગ ઉમેરો.ત્યારબાદ તેમાં રીંગણ અને બટાકા ઉમેરો અને બે મિનિટ ચડવા દો.ત્યારબાદ વધેલો મસાલો ઉમેરી 1/2 કપ જેટલું પાણી ઉમેરો અને કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી થવા દો. ગેસ ધીમો રાખવો.ત્યારબાદ ભરેલા શાક ને સર્વિંગ બાઉલમાં કાઢી રોટલો, રોટલી કે પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15708306



ટિપ્પણીઓ