પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

hetal shah @cook_26077458
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ સાફ કરી 2 લીલા મરચા અને પાલક ને પીસી પેસ્ટ બનાવી લો આદુ,મરચા અને લસણ ને વાટી લો બટાકા, ડુંગળી અને ટામેટાં ને કાપી લો
- 2
હવે ચોખા અને દાળ ને ધોઈ ને પલાળવા ત્યાર બાદ કૂકર માં ઘી ગરમ કરીને જીરૂ નો વઘાર કરવો તેમાં લાલ વઘાર નું મરચું,તમાલપત્ર, લવિંગ, મીઠા લીમડા ના પાન,આદુ,લસણ અને મરચા ઉમેરી સાંતળો ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરી મિક્સ કરો હવે ટામેટાં અને બટાકા ઉમેરી મિક્સ કરી 2 મિનિટ સાંતળો
- 3
હવે મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરો ત્યાર બાદ પાલક પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો પછી પલાળેલા દાળ ચોખા ઉમેરી બરાબર હલાવી દો પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને કૂકર ની 3 વિશલ વગાડો હવે કૂકર ઠંડુ થવા દો
- 4
હવે ગરમ ગરમ પાલક ખીચડી ને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15822915
















ટિપ્પણીઓ