રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જે બધાને પસંદ આવે છે.
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જે બધાને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ઝીણી સમારી લેવી. કોથમીર, મરચાં અને ટામેટાં પણ સમારી લેવા. ત્યારબાદ ભાતને હાથથી મસળી લેવા.
- 2
એક તપેલામાં તેલ ગરમ મૂકી. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ, મેથી, જીરું, સુકેલું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાંખી ડુંગળી નો વઘાર કરવો. ડુંગળી સતડાઈ ગયા બાદ તેમાં ચટણી, મીઠું,હળદર,ધાણાજીરું નાખવા. ત્યારબાદ તેમાં છાશ અને જરૂર મુજબનું પાણી નાખી ઉકળવા દેવું.
- 3
ત્યારબાદ કાથરોટ માં ભાત અને બધા મસાલા નાખી તેને સારી રીતે મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ ઉકળતી છાશમાં નાના-નાના મુઠીયા બનાવી અને નાખવા. બધા મુઠીયા નખાઈ ગયા બાદ કાથરોટ માં સહેજ પાણી નાખીને હલાવી તે મિશ્રણને પણ તપેલામાં નાખી દેવું તેનાથી રસો ઘટ્ટ થાય છે.
- 5
ત્યારબાદ મુઠીયા સારી રીતે ચડી ગયા બાદ ઉપર કોથમીર મરચાં ભભરાવી ગરમ ગરમ સર્વ કરવું તેના નાના-મોટા સૌ કોઈને ભાવે એવી ગુજરાતી વાનગી છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ