ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

ગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના તો અધૂરા જ લાગે.. ખરું ને?વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે કામ લાગશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. રગડા પેટીસ, દહીં વડા, ભેળ-સેવપૂરી, ડાકોરના ગોટા જેવી અનેક ચટપટી વાનગીઓ સાથે તમે આ ચટણી સર્વ કરી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર અને આમલીને ગોળ સાથે થોડું પાણી ઉમેરી પ્રેશર કૂકરમાં બે થી ત્રણ વ્હીસલ વગાડી લો.
- 2
હવે બફાઈને તૈયાર થયેલા પલ્પને ઠંડો થાય એટલે ચારણીમાં બરાબર હાથેથી દબાવી ને છણી લો જેથી ખજૂરના કે આમલીના રેસા ચટણીમાં આવે નહીં.હવે ગાળેલા પલ્પમાં જીરું પાઉડર ધાણાજીરૂ આમચૂર મીઠું અને મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે આપણી એકદમ ચટપટી અને ખાટી મીઠી ખજૂર-આમલીની ચટણી આ ચટણીને તમે દસથી પંદર દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે વાપરવી હોય ત્યારે થોડું પાણી ઉમેરી અને અવનવી વાનગીઓ સાથે વાપરી શકો છો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
- ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
- રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
- મગ બાફેલા થી બનાવેલ તીખા શકરપારા (Moong Bafela Tikha Shakkarpara Recipe In Gujarati)
- દૂધ નો મસાલો (Milk Masala Recipe In Gujarati)

ટિપ્પણીઓ (12)