તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કુકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ,જીરુ અને હીંગ ઉમેરો. પછી તેમાં આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી બે-ત્રણ વર્ષ સુધી સાંતળી લો.
- 2
પછી તેમાં સમારેલા શાકભાજી ધોઈને ઉમેરો પછી તેમાં હળદર,મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 3
પછી તેને મિક્સ કરી લો. હવે શાકભાજીને તેલમાં ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો પછી તેમાં ટામેટાં અને ખાંડ ઉમેરી મિક્સ કરે લો.
- 4
પછી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી મિક્સ લો પછી ચાર-પાંચ સીટી વગાડી લો. બધુ શાકભાજી ચડી જાય પછી તેમાં છેલ્લે લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 5
તૈયાર છે તાવો.
- 6
હવે એક કથરોટમાં ઘઉંનો, ચણાનો લોટ અને રવો લો. પછી તેમાં જીરુ, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 7
હવે લોટમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જાવ અને તેની ચોપડી બનાવી લો.
- 8
એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી ચાપડી ને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 9
તૈયાર છે ચાપડી
- 10
હવે તાવો ચપડી ને સર્વ કરો.
- 11
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (13)