ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ અને રવો બંનેને મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં મીઠું, તેલ, લીંબુ ના ફૂલ, હળદર અને ઈનો પાઉડર મિક્સ કરો
- 3
આ મિશ્રણને બરાબર હલાવીને તેમાં ધીમે ધીમે પાણી નાખતા જ આવો અને એક સરસ ખીરું તૈયાર કરો
- 4
આ ખીરાને એક થાળીમાં તેલ લગાવીને તેમાં ખીરું રેડી અને તેને તપેલામાં ગરમ કરવા મૂકી દો
- 5
15 મિનિટ તેને વરાળમાં ફાવવા માટે રાખો ત્યારબાદ તે ઢોકળાંની થાળીને ઠંડુ કરો
- 6
એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો તેમાં રાઈ લીલા મરચાં તલ લીમડાના પાન હિંગ ઉમેરી તેને ગરમ કરો. પછી તેમાં પાણી ઉમેરો અને ખાંડ નાખી બરાબર ઉકાળો
- 7
ત્યારબાદ આ ઉકાળેલું પાણી ઢોકળા ની ઉપર રેડો, ખમણ ઢોકળા પર કોથમીર અને કોપરાના છીણમાં થી સજાવટ કરો
- 8
ગરમાગરમ ખમણ ઢોકળા ખાવા માટે પીરસો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)