ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

#FFC1
ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1
ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ તુવેર દાળને સારી રીતે ધોઈ 10 મિનિટ પલાળવી, પછી તેનું પાણી કાઢી કુકરમાં લઇ 3 કપ પાણી, થોડું મીઠું,હળદર પાઉડર, સમારેલા લીલાં મરચાં અને ટામેટા અને એક વાટકી માં કાચ શીંગદાણા નાખી ચાર સીટી વગાડી દાળ બાફી લેવી. કુકરની વરાળ નીકળવા દેવી પછી તેને ખોલી દાળને બ્લેન્ડ કરી લેવી.
- 2
હવે દાળ ને ગેસ પર ઉકળવા માટે મૂકવી. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું નાખી દાળ ને ઉકળવા દેવી.સારી રીતે દાળ ઉકળી જાય પછી દાળ મે વધાર કરી લેવો.
- 3
એક કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું નાખો બને તતડે પછી તેમાં હિંગ નાખવી અને 1 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી દાળ ની ઉપર વધાર કરવો. અને લીલાં ધાણા નાખી સર્વ કરવું.
- 4
ગુજરાતી દાળ તૈયાર છે. ભાત સાથે ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
ગુજરાતી દાળ
#FFC1ગુજરાતી દાળ એ ભારતના ખૂણેખૂણે પ્રખ્યાત છે. આ દાળની ખાસિયત એ છે કે તીખી હોવાની સાથે ખાટીમીઠી પણ હોય છે. Vaishakhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે. Ashlesha Vora -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)
#WK5#week5 ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Post1તુવેરની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે.. એમાં વિવિધ મસાલાનો ઉપયોગ ગુજરાતી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sunita Vaghela -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ (Makai No Rotalo Ane Gujarati Dal)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ_૩૯મારી મમ્મી આ વાનગી બહુ જ બનાવે અમારા માટે. દાળ તો બને જ રોજ એટલે રોટલી ન ખાવી હોય ત્યારે મકાઈના રોટલા જ બને. અને એ ખાવાની તો મજા પડી જાયગુજરાતી થઈને ગુજરાતી વાનગી મુકવાનો આનંદ જ કંઈક અલગ હોય છે...મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ પંચમહાલ બાજુ વધારે બનતી વાનગી છે.ખાટી મીઠી ગુજરાતી દાળ અને મકાઈનો રોટલો ચોળીને ખાવાનો હોય છે . જે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પચવામાં પણ સહેલો અને બાળકો માટે તો ઉત્તમ. Khyati's Kitchen -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#WEEK1ગુજરાતી દાળ મુખ્યત્વે તુવેરની દાળ ને કહેવાય છે... એના ગળ્યા અને ખાટા સ્વાદને લીધે તુવેર દાળ બધાની માનીતી છે... ઘણા લોકો થોડી જાડી બનાવે છે પણ અમારા ઘરમાં થોડી પાતળી, સીધો વાટકો જ મોઢે માંડી શકાય એવી બનાવીએ છીએ કારણ સહુને ભાવે છે ... 😊 Krishna Mankad -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (9)